વિશ્વઉમિયાધામ નિર્માણના સહયોગ અર્થે આજથી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ, પોથીયાત્રામાં 5000 ભક્તો ઉમટ્યા
વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની માં ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આગંણે ભવ્ય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. 21મી ફેબ્રુઆરીને મંગળવારથી શરૂ થનાર આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો આજે રંગેચંગે પ્રારંભ થયો. વિશ્વપ્રસિદ્ધ કથાકાર જીગ્નેશદાદાના સ્વમુખેથી શ્રીમદ્ ભાગવત કથાનું સાત દિવસ રસપાન થવાનું છે ત્યારે આજે ભવ્ય પોથી યાત્રા અને મા ઉમિયાની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરના 5000થી વધુ ભાવિભક્તો પોથી યાત્રામાં ઉમટ્યા હતા. સંસ્થાના દાતા વિષ્ણુભાઈ પટેલના ઘરેથી પોથીયાત્રા નીકળી કથા સ્થળ નિરમા પ્લોટ, સાયન્સસિટી રોડ પહોંચી હતી. વિશ્વઉમિયાધામની મહિલા સંગઠનની બહેનો દ્વારા પોથી યાત્રા સાથે સાથે જ્વેરાયાત્રા પણ કાઢી હતી. જેમાં રંગેચંગે મહિલાઓ જોડાઈ.
કથાના પ્રથમ દિવસે જ 101 યજમાનો પાયાના પિલ્લર તરીકે જોડાયા: આર.પી.પટેલ