મોરબી : આજે જ્યારે સૌને અંગ્રેજી ભાષાનું ઘેલું લાગ્યું છે, લોકો પોતાની માતૃભાષાને ભૂલી રહ્યા છે, ત્યારે વિશ્વ માતૃભાષા દિવસનાં પાવન પ્રસંગે ઉજવણીમાં અગ્રેસર એવી સોખડા પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાર્થના સભામાં ભાષા લોકો વચ્ચે પ્રત્યાયન માટે કેવું કડિરૂપ કામ કરે છે વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. શાળાના શિક્ષક રમેશભાઈ કાલરિયાએ માતૃભાષાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આપણે આપણી લાગણીઓ,સંવેદનાઓ જે રીતે માતૃભાષામાં વ્યક્ત કરીએ છીએ એ રીતે અન્ય ભાષામાં કરી શકતા નથી,આપણને માતા પ્રત્યે જેટલો પ્રેમ અને સ્નેહ હોય એટલો જ પ્રેમ માતૃભાષા પ્રત્યે રાખવો જોઈએ, જેમકે માં તે માં છે અને માસી તે માસી છે, માસી જેમ માતાનું સ્થાન ન લઈ શકે એમ અન્ય ભાષા ક્યારેય માતૃભાષાનું સ્થાન ન લઈ શકે,માટે માતૃભાષા જીવંત રહે એ આશયથી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન દિવ્યેશભાઈ અઘારા તથા આશાબેન ગોહિલ વગેરેએ કર્યું હતું. એમ પ્રદિપભાઈ કુવાડિયા શાળાના શિક્ષક અને સિનિયર ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી જિલ્લાની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ: સામા કાંઠા વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં ગત રવિવારે (17મી મે) દેશી દારૂ પીધા બાદ મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે મિત્રોના શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યા હતા.
દારૂ પીધાના થોડા જ સમયમાં બંનેની તબિયત લથડી હતી અને પરિવારજનો કંઈ સમજે તે પહેલાં જ ગણતરીની મિનિટોમાં બંનેના કરુણ મોત થયા...
ગુજરાતમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. ગત 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો ઝીંકાયા બાદ, હવે અદાણી અને ગુજરાત ગેસ કંપનીઓએ પણ સીએનજી (CNG) ના ભાવમાં મોટો વધારો કરી દીધો છે. ગત મધ્યરાત્રિથી જ બંને કંપનીઓએ પોતાના નવા...
અમદાવાદ: નિકોલ વિસ્તારમાં આવેલા એક મોટા મોલમાં દર્શનભાઈનો 'દર્શનભાઈ આભૂષણ' નામનો સોના-ચાંદીનો એક સરસ શો રૂમ છે. દુકાનમાં મેનેજરથી લઈને સેલ્સમેન સુધી 18 લોકોનો સ્ટાફ કામ કરે. આ સ્ટાફમાં છેલ્લા 11 મહિનાથી હર્ષિદા શેટ્ટી નામની એક યુવતી સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી હતી. હર્ષિદા સ્વભાવે હોશિયાર હતી, એટલે શેઠને...