Monday, June 30, 2025

મોરબી જિલ્લામાં ધો. 10 અને 12ના 23 હજારથી વધુ વિદ્યાર્થી આપશે બોર્ડની પરીક્ષા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાની 82 સ્કૂલોના 825 બ્લોકમાં લેવાશે બોર્ડની પરીક્ષા

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાને હવે ગણ્યા દિવસો જ બાકી છે ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ધોરણ 10માં 13,807 છાત્રો નોંધાયેલા છે, જેમાં 7753 વિદ્યાર્થી અને 6054 વિદ્યાર્થિનીઓ છે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1654 છાત્ર અને સામાન્ય પ્રવાહના 7909 મળી કુલ 9563 ઉમેદવાર નોંધાયેલા છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A માં 537અને ગ્રુપ બી માં 1117 છાત્રો નોંધાયેલ છે. આ ઉપરાંત એ ગ્રુપના 23 અને બી ગ્રુપના 54 છાત્રો મળી કુલ 77 છાત્રો રીપીટર તરીકે નોંધાયેલ છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં 6964 નિયમિત, 265 રીપીટર 48 છાત્રો આઇસોલેટ 495 ખાનગી ઉમેદવાર અને 137 ખાનગી રીપીટર એમ કુલ 7909 છાત્રો છે.

મોરબી જિલ્લામાં મોરબી, વાકાનેર,ટંકારા અને હળવદ સહિત ચાર તાલુકાના કુલ મળીને 82 બિલ્ડીંગમાં 825 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ10 માં 46 બિલ્ડિંગ ફાળવાયા છે જેમાં 472 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. ધોરણ12 માં 36 બિલ્ડિંગમાં 353 બ્લોક ફાળવવામાં આવ્યા છે. આ 36 બિલ્ડિંગ પૈકી 8 બિલ્ડિંગ અને 88 બ્લોક ધોરણ12 વિજ્ઞાન પ્રવાહ માટે બાકીના 28 બિલ્ડિંગ અને 265 બ્લોક સામાન્ય પ્રવાહ માટે ફાળવણી કરાઈ છે. તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ છે. બોર્ડની પરીક્ષા માટે કુલ 1600થી વધુનો સ્ટાફ આ પરીક્ષા કામગીરીમાં જોડાશે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર