Monday, June 30, 2025

મોરબીના બગીચામાં રહેલા મનોરંજનના સાધનો બાળકો માટે પીડાદાયક બન્યા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી નગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તો નિષ્ફળ નીવડી જ છે પરંતુ મોરબીના બગીચાઓમાં બાળકોને મનોરંજનના સાધનો સાચવવામાં અને નવા સાધનો વસાવવામાં પણ નિષ્ફળ નીવડી છે. ત્યારે મોરબીના બગીચાઓમાં બાળકોના મનોરંજનના સાધનોની હાલત ખંઢેર જેવી જોવા મળે છે.

ગુજરાતની એ ગ્રેડની મોરબી નગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં કેટલી બદનામ છે તે લોકો સારી રીતે જાણે છે ત્યારે શહેરમાં બાળકોના ખેલકુંદ કે આનંદ પ્રમોદ માટે એક પણ બાગ બગીચા એવાં નથી કે જ્યાં બાળકો માટે લપસીયા હિંચકા કે અન્ય રમત ગમતનાં સારા સાધનો હોય બજેટમાં બાગ બગીચા માટે લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હોય છે છતાં પણ શહેરના બાગ બગીચાની હાલત ખંઢેર જેવી છે શહેરમાં બગીચા તો બે ત્રણ છે પણ સમ ખાવા પૂરતો બગીચો કેસરબાગ પણ હવે રસકસ વગરનો ઉજ્જડ બની ગયો છે. બાળકોને બગીચામાં રહેલા મનોરંજનના સાધનો જેવા કે હીંચકા લપસીયા જોખમી બની જતા તેમાં આનંદને બદલે પારાવાર પીડા મળે છે. એકતરફ મચ્છુ નદી ઉપર રિવર ફ્રન્ટ બનાવાની વાતો કરતો નગરપાલિકા સારો એક બાગ પણ લોકો માટે બનાવી શકતી ન હોવાનો લોકોએ વસવસો વ્યક્ત કર્યો છે.

મોરબીના સામાંકાંઠે આવેલા રાજશાહી વખતનો જાજરમાન કેસરબાગ વર્ષો અગાઉ એક સરસ મજાનો લીલોછમ મહેકતો ઉપવન હતો. પણ કાળક્રમે પાલિકાની ઘોર ઉપેક્ષાથી આ બગીચો ખંડેર બની ગયા બાદ થોડા વર્ષો અગાઉ ફરી કેસરબાગ નવપલ્લવિત કરવામાં આવ્યો હતો. બગીચામાં લોન વ્યવસ્થિત કરીને હરવા ફરવાની યોગ્ય વ્યવસ્થા, બાકડા, બાળકો માટે હીંચકા, લપસીયા નાખવામાં આવ્યા હતા. પણ એની પાછળથી માવજત ન થતા હવે આ બાગની ફરી જેસે થે તેવી ખરાબ હાલત થઈ ગઈ છે. છેલ્લા એક દોઢ વર્ષથી કેસરબાગની ખરાબ દુર્દશા થઈ ગઈ છે. હીંચકા, લપસીયા સહિતના બાળકોના મનોરંજનના સાધનો તૂટી ગયા છે. લોન પણ ઠેરઠેર ઉખડી ગઈ છે. એટલે બાળકો સહિતના અબાલવૃદ્ધ માટે આ બગીચો જરાય હરવા ફરવા કે આનંદદાયક રહ્યો નથી.બાગ બગીચા ના નામે લાખો રુપિયા ખર્ચીને પણ બાગ બગીચાની યોગ્ય જાળવણી ન કરાતા મોરબી નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં નારાજગી જોવા મળી છે તો બીજી તરફ વેકેશન પહેલાં બાગ બગીચાની હાલતમાં સુધારો થાય અને બાળકોને ખેલકૂદ અને રમત ગમત માટે યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે મોરબી નગરપાલિકા તંત્ર કયારે હરક્તમાં આવશે એ આવનાર દિવસોમાં ખબર પડી રહેશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર