મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે એક ઝડપાયો:એક ફરાર
મોરબી: મોરબીની માધાપર શેરી નં -૨૨ માં રામજી મંદિર વાળી શેરીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીની માધાપર શેરી નં -૨૨ માં રામજી મંદિર વાળી શેરીમાં રહેતા આરોપી સાહિલ ઉર્ફે સ્મિત હિતેષભાઇ વિઠલાપરા (ઉ.વ.૨૩) એ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૬ કિં રૂ.૩૧૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે આરોપી અંકિત અરૂણભાઇ રાઠોડ મોચી રહે. મરબી સૌમેયા સોસાયટી વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.