મોરબી ખાણ ખનીજ વિભાગનો સપાટો : બે દિવસમાં તેર ડમ્પર અને બે હિટાચી મશીન ઝડપી પાડયા, અંદાજે ત્રણ કરોડનો મુદ્દામાલ કર્યો સિઝ

મોરબી: ભુસ્તરશાસ્ત્રીની સુચના અન્વયે માઇન્સ સુપરવાઇઝર દ્વારા તા.૧૮/૦૩/૨૦૨૩ ના શનિવાર ના રોજ એક ડમ્પર નં: જીજે-૧૩-એડબ્લયુ-૪૭૮૪ ગેરકાયદેસર ફાયર કલે ખનિજની ચોરી કરતુ વાહન મોરબી ગામમાંથી પકડવામાં આવેલ અને ચરડવા ખાતેથી ડમ્પર નં.જીજે-૦૧-ડીઝેડ-૮૬૩૧ અને ડમ્પર નં:જીજે-૦૯-એયુ-૯૯૭૬ ગેરકાદેસર રાજસ્થાની માટી સાથે પકડવામાં આવેલ. તેમજ શનિવાર સાંજના મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જેતપર ગામમાંથી પસાર થતી ધોડાધોય નદી પટ્ટ વિસ્તારમાં તપાસ હાથ ધરી એક હીટાચી મશીન ગેરકાયદેસર સાદી રેતી ખનિજના ખોદકામ કરતાં પકડવામાં આવેલ છે.

જ્યારે તા.૧૯/૦૩/૨૦૨૩ ના રવિવાર રજાના દિવસે પણ મોરબી જીલ્લાની ખાણ ખનિજ ટીમ દ્વારા મોરબી તાલુકાના કાંતીપુર ગામમાંથી ગેરકાદેસર માટી મોરમ ખનિજના ખોદકામ કરતાં એક હીટાચી મશીન અને ૧૦(દસ) ડમ્પરો પકડવામાં આવેલ. સદર માટી/મોરમ ખનિજનુ ખોદકામ દીલીપ બિલ્ડકોન લીમીટેડ કંપની દ્વારા કરી નેશનલ હાઇવેના કામમાં ઉપયોગમાં લેતા હતા. તેમજ મોરબી જીલ્લાની ખાણ ખનિજની ટીમ દ્વારા છેલ્લા ૦૨(બે) દિવસમાં કુલ ૧૩(તેર) ડમ્પર અને ૨ હિટાચી મશીન ગેરકાદેસર ખનિજન ચોરી કરતા પકડવામાં આવેલ અને અંદાજે ૩(ત્રણ) કરોડનો મુદામાલ સીઝ કરવામાં આવેલ છે.

મોરબીમાં આવા અનેક મોટા મગર મચ્છોના આવા ખાણ ખનીજના રાજ ચાલે છે તે શું આવનારા દિવસોમાં બંધ કરાવવા કાર્યવાહી થશે કે કેમ તે આવનારા દિવસોમાં જોવું રહ્યું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img