ટંકારાના રોહીશાળા ગામે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ

ટંકારા: ટંકારા તાલુકાના રોહીશાળા ગામે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ગયા હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના રોહીશાળા ગામે રહેતા અવિબેન ખોડાભાઇ લીંબાભાઈ ટોયટા (ઉ.વ.૪૦) એ આરોપી ઈન્સ્ટાઆઇડી સુરજ ચૌધરી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૩-૨૦૨૩ ના રોજ આરોપીએ ફરીયાદીની સગીર વયની ઉ.વ.૧૬ વર્ષ ૧૧ માસ ૨૫ દિવસ (જન્મ તારીખ-૨૬/૦૩/૨૦૦૬) વાળી સગીર વયની હોવાનુ જાણતો હોવા છતા તેને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ફરીયાદીની જાણ બહાર ભગાડી અપહરણ કરી લઈ ગયો હવાની સગીરાની માતાએ આરોપી સુરજ ચૌધરી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ – ૩૬૩,૩૬૬ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img