મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતી બે મહિલાઓ પડાઈ

મોરબી: મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ પર આવેલ ખડીયાપરામાં જાહેર શેરીમાં જુગાર રમતા બે મહિલાઓને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ મોરબીના મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ રાજબેકરી સામે ખડીયાપરામાં જાહેર શેરીમાં જુગાર રમતા આરોપી (૧) શારદાબેન સુરેશભાઇ કુમાદરા રહે.વીસીપરા ધોળેશ્વર રોડ રાજબેકરી સામે મોરબી (૨) શોભનાબેન વાઓ પ્રવિણભાઇ દેકાવાડીયા રહે. વીસીપરા ધોળેશ્વર રોડ રાજબેકરી સામે ખડીયાપરા નેં રોકડ રકમ રૂપીયા-૭૯૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img