મોરબીના ઘુંટુ ગામે ઈંગ્લીશ દારૂની 95 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે ઘુટુ પ્લોટ વિસ્તાર હનુમાનજીના મંદિર પાછળ વોકળા કાંઠે આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૯૫ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે ઘુટુ પ્લોટ વિસ્તાર હનુમાનજીના મંદિર પાછળ વોકળા કાંઠે આરોપી હરજીભાઇ ધીરૂભાઇ અદગામાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૯૫ કિં રૂ.૩૪,૫૦૦ ના મુદ્દામાલ સાથે હરજીભાઇ ધિરૂભાઈ અદગામાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img