Sunday, June 22, 2025

સિનિયર સિટિઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન ની શરૂઆત કરતી મોરબી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વર્તમાન સમયે ઇન્ટરનેટના યુગમાં સાયબર ક્રામઇના બનાવો બનવાનું પ્રમાણ વધ્યુ છે આવા સંજોગોમાં સિનિયર સિટીઝનો વધુ ભોગ બનતા હોય છે જેથી સરકારની સુચના મુજબ ગુજરાત રાજયના પોલીસ વડા દ્વારા ગુજરાત રાજ્યના સિનીયર સિટીઝન સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃત કરી સાયબર ક્રાઇમ સબંધીત જાગૃત કરવા માટે આગામી તા.૧૧/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ દરમ્યાન એક વિશેષ સાયબર ક્રાઇમ જાગૃતી અભીયાન શરુ કરવા માટે નિર્ણય લેવામાં આવેલ છે

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી નાઓની અધ્યક્ષતામાં સિનીયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત ( SHE TEAM ) ની મીટીંગનું આયોજન કરવામાં આવેલ અને ઉપરોકત જણાવેલ સમયગાળા દરમ્યાન મોરબી જિલ્લા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનોની SHE TEAM ના સભ્યો દ્વારા રૂબરૂ મુલાકાત કરી સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે મોબાઇલ ડેટા સેફટી, સોશ્યલ મીડીયા, ઓનલાઇન શોપીંગ, O.T.P., અનનોન લીંક વિગેરે દ્વારા થતા સાયબર ક્રાઇમ વિશે વિગતવાર માહિતી આપી તેઓને જાગૃત કરવા તેમજ તેઓને આમ જીવનમાં પડતી મુશ્કિલીઓ દુર કરવાની કામગીરી કરવા, તેમજ વૃદ્ધાશ્રમ તથા અનાથ આશ્રમની મુલાકાત કરી તેઓને યથા યોગ્ય મદદ તથા સહકાર આપવા માટે તજવીજ કરવા SHE TEAM ના સભ્યોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર