મોરબી: હળવદ બંદોબસ્ત દરમિયાન SHE TEAM દ્વારા બાળકીનો પરિવાર સાથે ભેટો કરાવ્યો

આજે ૧૪ મી એપ્રિલે બાબા આંબેડકર જયંતી અનુસંધાને હળવદ રેલી બંદોબસ્તમા હોય જે દરમિયાન સરનાકા ખાતે હળવદ SHE TEAM દ્વારા એક નાની બાળકી આશરે ત્રણ થી ચાર વર્ષની એકલી ઉભી ઉભી રડતી જોવામાં આવતા તેની પાસે જઈ સંવેદનશીલતા અને પ્રેમથી તેની પુછપરછ કરતા પોતે પોતાનુ નામ પુનમ તથા તેના પિતાનુ નામ વિઠ્ઠલભાઇ તથા માતાનુ નામ પારસાબેન રહેવાસી મુન્દ્રા સર્કલ ગાધીધામ જણાવતી હોય અને પોતે તેની માતાથી વિખુટી પડી ગયેલ તેમ જણાવતી હોય જેથી તુરંત જ SHE TEAM ના માણસો દ્વારા હળવદ થાણા અધિકારી ને જાણ કરી તેઓના માર્ગદશન મેળવી ગાંધીધામ કંટ્રોલ રૂમ કોન્ટેક્ટ કરી આ બાબતે વાત કરી તેઓ મારફતે આદીપુર ના પોલીસ કર્મચારી વિક્રમસિંહ નો કોન્ટેક્ટ કરી આ બાળકીના પિતા વિઠ્ઠલભાઇ નો કોન્ટેક્ટ કરી તેઓને અત્રેના પો,સ્ટે ખાતે બોલાવી ડોક્યુમેન્ટ તેમજ બાળકી દ્વારા ખરાઇ ખાતરી કરતા બાળકીની માતા પારસાબેન પહેલા મુંન્દ્રા સર્કલ ગાધીધામ રહેતા હતા અને તેઓ હાલ પરેશવાળી મેલડી માતાના મંદિર પાસે ધ્રાગધ્રા રહે છે આજરોજ તેઓ હળવદ ખાતે પ્લાસ્ટિકના ટબ-ડોલની ફેરી કરવા હળવદ આવતા પોતાનાથી પોતાની બાળકી વીખુટી પડી ગયેલાનુ જણાવેલ હોય અને આવી માનવીય કામગીરી બદલ હળવદ પોલીસનો ભાવનાત્મક રીતે આભાર વ્યકત કર્યો હતો

આ બાબતે મોરબી જીલ્લા ચાઇલ્ડ વેલ્ફેર ના ચેરમેન ને ટેલીફોનથી જાણ કરી તેમની મંજુરી મેળવી બાળકીને તેના માતાને સોપી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img