મોરબી જિલ્લામાં અવાર નવાર વિદેશી દારૂ નો જથ્થો પોલીસ ઝડપી દારૂ જેવી બદીને ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે પણ તેમ છતાં ગાંધી ના ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો કીમિયો બુટલેગરો શોધી જ કાઢે જ છે એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
એલસીબી ટીમને મળેલ બાતમી આધારે એલસીબીની ટીમ દ્વારા મીતાણા ગામ પાસે આવેલ રાધે પાન એન્ડ ટી સ્ટોલ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારે ટંકારા બાજુથી આવતો ટ્રક રાજકોટ તરફ જતો હતો ત્યારે ટ્રક નંબર જીજે ૨૪ વી ૮૯૭૫ ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની ૧૧,૪૬૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ તથા દસ લાખ રૂપિયાની કિંમતનો ટ્રક, ૫૦૦૦ નો એક મોબાઈલ ફોન, ૧૪૨૦૦ રોકડા આમ કુલ મળીને ૪૫,૭૨,૪૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં ટ્રક ડ્રાઇવર બુધારામ કાનારામજી બાબલે જાતે બિશ્નો (૪૩) રહે બાલાજીનગર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સુરેશ રહે. ચિત્તલવાના સાંચોર રાજસ્થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને સુરેશ તેમજ દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર અને ટ્રક માલિક સહિત કુલ પાંચ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...