મોરબી: જાહેરમાં ત્રણ બાદશાહ કાઢે તે પહેલા પોલીસ ના ત્રણ એક્કા એ શો કરાવ્યો ! મહિલા સહિત 6 ઝડપાયા

વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે નવાપરા ખડીપરા વિસ્તારમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે મહિલા અને ચાર પુરુષ સહિત કુલ છ શખ્સોને રોકડ રકમ રૂ. 15,490 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન કો. પરબતભાઇ મર્યાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા પટ્ટમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા (૧). ગફારભાઇ ઈસ્માઈલભાઈ મોવર, (૨). અલિઅસગરભાઈ ઓસ્માનભાઈ શેખ, (૩). ઈસ્માઈલભાઈ મામદભાઈ શેખ, (૪). ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ શેખ, (૫). શાંતીબેન ભીમજીભાઈ રાઠોડ અને (૬). રેશ્માબેન ઈસ્માઈલભાઈ શેખને રોકડ રકમ રૂ. 15,490 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં હોડ કો. યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, કો. પરબતભાઇ મર્યા, પ્રતિપાલસિંહ વાળા, કુષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી સહિતના જોડાયા હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img