મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે આવેલ પાર્કિંગમાથી બાઈક ચોરાયાની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી જુના બસ સ્ટેન્ડ ખાતે આવેલ પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખેરડા ગામે રહેતા ધીરૂભાઇ જાદવજીભાઈ ડાભીએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૪-૨૦૨૩ થી ૧૯-૦૪-૨૦૨૩ દરમ્યાન કોઈપણ સમયે આરોપી ફરીયાદીનું હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-03-FI-5607 સને ૨૦૧૩ નું મોડેલ બ્લેક કલર વાળું કિં રૂ.૨૦,૦૦૦ વાળુ મોટરસાયકલ પરવાનગી કે સહમતી વગર પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર ધીરુભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.