Thursday, June 19, 2025

મોરબીના અયોધ્યાપુરી રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના અયોધ્યાપુરી રોડ જલારામ મંદિરથી આગળ રોડ પરથી બાઇકમાં ઈંગ્લીશ દારૂની બોટલ લઈ નિકળતા ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના અયોધ્યાપુરી રોડ જલારામ મંદિરથી આગળ રોડ પર આરોપી અજયસિંહ બળવંતસિંહ ઝાલા રહે. મોરબી શનાળા રોડ ગુ.હા. બોર્ડ તા. મોરબી વાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિં.રૂ. ૩૦૦ વાળી મેળવી પોતાના કબ્જા ભોગવટા વાળા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-36-AB-9894 કિં.રૂ. ૨૫,૦૦૦ વાળામા લઈ નિકળતા કુલ કિં રૂ.૨૫૩૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ધર્મેશભાઈ રમેશભાઈ સોલંકી (ઉ.વ.૩૦) રહે. મોરબી શનાળા બાયપાસ આનંદનગર વાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી અજયસિંહ બળવંતસિંહ ઝાલા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર