મોરબી: સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે તા,૨૪/૦૪/૨૦૧૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ ના સમર કેમ્પ અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ કડવા પાટીદાર વિધાર્થી ભુવન ટ્રસ્ટ,જોધપર નદી, તા.જી. મોરબી ખાતે SPC ના વિધાર્થીઓએ કેમ્પની શરૂઆત આત્માનો ખોરાક એટલે “પાર્થના થી કરી જેનાથી વિધાર્થીઓમાં તાજગીનો સંચાર થયો હતો.
ત્યારબાદ તમામને સુર્યોદય જોવા માટે એકત્રીત કરવામા આવેલ બાદ ધ્યાન સંગીતના તાલે જુદા જુદા પ્રકારના યોગ સત્ર બાદ પરેડનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શિસ્ત,અનુશાસન અને શારીરીક મજબુતી વિશે માહીતી આપવામા આવી.ત્યારબાદ અલ્પાહાર લીધા બાદ SPC યોજના શુ છે અને તેને સંલગ્ન માહીતી માટે સત્રનુ આયોજન કરવામાં આવ્યુ જેમા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક પી.એસ.ગોસ્વામી, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી ડિ.એમ.ઢોલ . રીઝર્વ પોલીસ ઇન્સપેકટર એસ.એમ.ચૌહાણ તથા જીલ્લા શિક્ષણ અધિકારી,મોરબી પી.વી.અંબારીયા તથા CPOS તથા Drill Instructors વેગેરે ઉપસ્થીત રહ્યા હતા.આ સત્રમા અધિકારીઓએ SPC યોજના, જીવન મુલ્યો વિશે અને બચપન કેટલુ અમુલ્ય છે તેના વિશે તથા પોલીસ તંત્રની ભુમીક વિશે પણ વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા અને ભવિષ્ય માટે માર્ગદર્શિત કર્યા હતા.
વિધાર્થીઓએ SPC ના સમર કેમ્પ વિશે પોતાના અનુભવો અને પ્રતિભાવો આપી ખુશી વ્યકત કરી હતી.સત્ર પુર્ણ કરી તમામે બપોરનુ ભોજન લીધુ હતુ.બપોર બાદ તમામ SPC કેડેટને કેમ્પ અર્થે ઘરેથી રવાના થયા ત્યારથી હાલ હાજર સમય સુધી શુ જોયુ,શુ કર્યુ, શુ શીખ્યા તે અંગેની ચર્ચા કરવામાં આવી.ત્યારબાદ રીસેસ સમયે તમામ ને હળવો નાસ્તો કરવવામા આવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે તમામ SPC કેડેટને ૪૪ ના વર્ગમા ઉર્મીગીત ગવડાવવા અંગેનો તાસ લેવામા આવેલ જેમા રાષ્ટ્રભક્તિના ગીતો, લોકગીતો, ભજનો અને પ્રભાતીયા વેગેરે જેવા કેડેટ ને કંઠસ્ત હોય તેવા ગીતો રજુ કરવામા આવેલ. ત્યારબાદ પી.ટી ગણવેશમાં એક રમત ગમત નો તાસ લેવામા આવેલ જેમા કેડટ દ્વારા ઉભી ખો,બેઠી ખો, મારદડી,સંગીત ખુરશી,જેવી સ્થાનીક રમતો રમવામાં આવેલ
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...