Monday, June 16, 2025

મોરબીની એ ગ્રેડ નગરપાલિકાએ 2.97 કરોડનું બિલ નથી ચૂકવ્યું ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરમાં આમેય ગંદકીની ફરિયાદો ઉઠતી રહે છે અને ગંદકીના ગંજ જોવા મળતા હોય છે ત્યારે ગાર્બેજ કલેક્શન કરતી એજન્સીનું સાડા છ મહિના કરતા વધુ સમયથી બીલ ચૂકવાયું નથી ત્યારે ૨.૯૭ કરોડનું બાકી બીલ ના ચુકવવામાં આવતા કોન્ટ્રાકટર દ્વારા તમામ કામગીરી બંધ કરવામાં આવી છે જેથી આવનાર દિવસોમાં મોરબીની હાલાકીમાં વધારો થશે.

મોરબી નગરપાલિકા દ્વારા દરબાર વેસ્ટ કોર્પોરેશનને ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જોકે છેલ્લા છ માસ કરતા વધુ સમયથી ચુકવણું કરવામાં આવ્યું ના હોય જેથી બીલ ચુકવણી ના થતા કોન્ટ્રાકટર દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી છે દરબાર ગ્રુપ દ્વારા તાજેતરમાં ૨૭ એપ્રિલના રોજ પાલિકાને રજૂઆત પણ કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે ડોર ટૂ ડોર તથા ઓપન સ્પોટનો કચરો ઉપાડવાનું તા. ૧૬-૧૦-૨૦૨૨ થી તા. ૩૦-૦૩-૨૦૨૩ સુધીનું ૨,૪૮,૭૧,૬૦૫ નીં બીલ પેમેન્ટ કરવામાં આવ્યું નથી જે બીલ પેમેન્ટ કરવામાં નહિ આવે તો તા. ૦૧ મેંથી કામગીરી બંધ કરવામાં આવશે છ માસનું ૨.૪૮ લાખનું બીલ ચુકવવામાં આવ્યું નથી અને તે અંગે વારંવાર તેમજ લેખિત અને ટેલીફોનીક રજૂઆત કરવા છતાં બીલ પેમેન્ટ કરવામાં આવ્યું નથી જેથી લેબર, ડ્રાઈવર, ગેરેજવાળાને સમયસર નાણા ચૂકવી શકતા નથી અને બીલ તાત્કાલિક નહિ ચુકવવામાં આવે તો કામગીરી બંધ કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું

જે રજૂઆત કર્યા બાદ પણ બીલ ચુકવણું કરવામાં આવ્યું નથી જેથી સોમવારથી તમામ વાહનો ઉભા રાખી દેવામાં આવ્યા છે જે અંગે કોન્ટ્રાકટરનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે અગાઉ ત્રણ વખત રજૂઆત કરી છે પરંતુ બીલ ચુકવ્યું નથી અને સાડા છ માસનું એપ્રિલ માસ સહીત કુલ ૨.૯૭ કરોડનું બીલ ચુકવણું બાકી છે જેથી ૨૫ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન સહિતના ૪૦ જેટલા વાહનો ઉભા રાખી દેવામાં આવ્યા છે અને ગાર્બેજ કલેક્શન કામગીરી સદંતર બંધ કરી દેવામાં આવી છે અને બીલ ચુકવાશે નહિ ત્યાં સુધી કામગીરી શરુ કરવામાં નહિ આવે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર