માળિયાના મેઘપર ગામે સીડી ઉપરથી પડી જતા વૃદ્ધનું મોત
માળિયા (મી): મળતી માહિતી મુજબ પુનિબેન સવાભાઈ ડાંગર (ઉ.વ.૬૦) રહે. મેઘપર તા. માળીયા (મી) જી.મોરબી વાળા પોતાના ઘરે સીડી ઉપરથી પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.