હળવદ: હળવદ બસ સ્ટેન્ડ પાછળ પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત.
મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા વિક્રમભાઈ કરશનભાઇ કાંગસીયા (ઉ.વ.૩૧) ગત તા.૦૪-૦૫-૨૦૨૩ ના રોજ કોઈ કારણોસર પોતાની મેળે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
