મોરબીમાંથી મોબાઈલ ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના સામા કાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી પી.જી.વી.એલ સુધીમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદમાં દયાકુંજ, દરબારનાકા પાસે ડી.વી. રાવલ કોલેજની બાજુમાં રહેતા મયુરભાઈ અરવિંદભાઈ રાજ્યગુરુએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે મોરબીના સામા કાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી લાલબાગ પી.જી.વી.સી.એલ સુધીમાં ફરીયાદીનો HONOR 7X મોબાઇલ કિં રૂ.૭૦૦૦ વાળો મોબાઇલ કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હવાની ભોગ બનનાર મયુરભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img