ખેર આ એક સમાજના અમુક નપુંસક ને જાગૃત કરવાની વાત કરીએ મુદા ની વાત કરીએ તો આજે નવા બસ સ્ટેન્ડ નજીક બે દેશી પોટલી દારૂ ની પીધા બાદ મારામારી આવી ગયેલા લુખ્ખા એ ગામ ભેગું કર્યું હતું. જો કે આ કોઈ નબીરા ન હતા માત્ર દેશી પી ને ખેલ કરવા વાળા હતા મારામારી બાદ છરી વડે હુમલો પણ થયો અને ગંભીર સ્થિતિ સર્જાઈ અને રોડ થોડી વાર ચક્કાજામ થઈ ગયો પણ મૂળ વાત એ છે કે પોલીસ ની મીઠી નજર હેઠળ દેશી દારૂના અડ્ડા જ્યાં સુધી બંધ નહીં થઈ ત્યાં સુધી આવા ખેલ મોરબીની પ્રજા ને જોવા મળી રહેશે ..હાલ તો બે શખ્સો દેશી દારૂની પોટલી પી ને મારામારી કરીને છરી વડે હુમલો કરીને શાંત થઈ ગયા પણ પોલીસ ખાતું જાગૃત થાય અને આવા દેશી દારૂના અડ્ડા બંધ કરાવે તેવી લોક માંગણી છે.