સંભવિત વાવાઝોડાં ના પગલે નવલખી ના જુમ્માવાડી વિસ્તાર ના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા યોજવામાં આવી.
વાવાઝોડાંના અસરગ્રસ્તો માટે પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ ભોજન વ્યવસ્થા કરવા માં આવશે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતાં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે અવિરત સેવા અર્પણ કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે સમગ્ર ગુજરાત પર બિપરજોય વાવાઝોડાં નુ સંકટ તોડાઈ રહ્યુ છે. રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસન રાઉન્ડ ધ ક્લોક એક્શન મોડ માં આવી ગયેલ છે ત્યારે મોરબી જીલ્લા ના નવલખી બંદર ની આસપાસ ના વિસ્તારો માં સ્થળાંતર પ્રક્રિયા પૂરજોશ માં ચાલી રહી છે એવા સમયે સ્થાનિક પ્રશાસન સાથે ખભેખભો મિલાવી મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અસરગ્રસ્તો તેમજ સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા આવી રહી છે.
મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, પ્રવિણભાઈ કારીયા, સુનિલભાઈ પુજારા, સચિનભાઈ કાનાબાર, જયંતભાઈ રાઘુરા દ્વારા નવલખીના જુમ્માવાડી વિસ્તારના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદની વ્યાવસ્થા કરવામાં આવી હતી. પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ અસરગ્રસ્તો માટે ભોજન પ્રસાદ યોજવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ હતું
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...