Monday, June 1, 2026

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

મોરબી: મોરબીના ઇન્દીરાનગર મંગલમ જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દીરાનગર મંગલમ જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા હકેશભાઈ સોમાભાઈ પુરબીયા રહે. વિદ્યુતનગરના ઢાળ પાસે મોરબી, જયાબેન ગોરધનભાઈ માજુસા રહે. ઈન્દીરાનગર મંગલમ વિસ્તાર મોરબી -૨ તથા ભાવનાબેન ભગવાનભાઈ અગેચાણીયા રહે. વિદ્યુતનગરના ઢાળ પાસે મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૬૬૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img