Monday, June 1, 2026

મોરબીના લાલપર ગામે ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર તસ્કર ઝબ્બે

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામે ગૌશાળા ગેઇટની પાસે શેરીમાં રાખેલ યુવકના ટ્રકમાંથી તથા અન્ય ત્રણ સાહેદના ટ્રકમાંથી કુલ છ બેટરીની કિં રૂ. ૩૦,૦૦૦ ની બેટરીની ચોરી કરનાર ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે ગૌશાળા ગેઇટની પાસે રહેતા યાસીનભાઈ ઇકબાલભાઇ દલ (ઉ.વ.૩૬) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ગત તા.૨૧-૦૬-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીએ પોતાના ઘર પાસે રાખેલ ટ્રક નં-GJ-03-AZ-7287 માંથી એક્સાઇડ કંપનીની બેટરી કિ.રૂ.૫૦૦૦/- ની ચોરી કરી તથા અન્ય ત્રણ સાહેદના ટ્રકમાંથી કૂલ પાંચ બેટરી કિ.રૂ-૨૫૦૦૦/- ની ચોરી કરી કૂલ બેટરી નંગ-૬ કિ.રૂ.૩૦,૦૦૦/- ની બેટરીની ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર યાસીનભાઈએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી બેટરી ચોરી કરનાર આરોપી મનિષભાઇ જયકીસનભાઈ પ્રજાપતિને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img