Monday, June 1, 2026

મોરબીની શનાળા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કર્મચારી શરાબ, શબાબની મહેફિલ માણતા ઝડપાયો

મોરબી: મોરબીના શકત શનાળા ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ વિભાગના કર્મચારીએ મધ્યરાત્રીએ બહારથી મહિલા બોલાવી શરાબ શબાબની મહેફિલ માંડતા હતા ત્યારે પુરુષ અને મહિલાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા આવેલી પોસ્ટ ઓફિસમાં ગત તા.૨૪-૦૬-૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે મહિલા અને પુરુષ અર્ધનગ્ન હાલતમાં બિભિત્સ ચેનચાળા કરી જાહેરમાં નીર્લજપણુ બતાવતા હોવાથી લોકો એકત્રિત થઇ જતા આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની પીસીઆર વાન બનાવ સ્થળે દોડી જઇ પોલીસે શકત શનાળા પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ વિભાગના કર્મચારી એવા આરોપી રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા (રહે. શક્તિનગર રાજપર રોડ, શક્તશનાળા મોરબી) અને આરતીબેન નામની મહિલાને ઝડપી લઈ નિર્લજ્જ ચેનચાળા કરવા મામલે આઇપીસી કલમ-૧૧૦, ૧૧૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img