Monday, June 1, 2026

મોરબીના જુના સાદુળકા ગામ પેસેના મચ્છુ-૩ ડેમના બે દરવાજા ખોલાયા

મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પેસેનો મચ્છુ-૩ ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયેલ છે. અને ડેમના 2 દરવાજા 1 ફુટ ખોલવામાં આવેલ છે, તો ડેમની હેઠવાસમાં આવતા ગામ મોરબીના ગોરખીજડીયા, વનાળીયા, સાદુળકા, માનસર, રવાપર (નદી), અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ , સોખડા તથા માળીયા-મીયાણા દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, ફતેપર, માળીયા-મીયાણા, હરીપર ગામના લોકોને નદીના પટમાં અવર – જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવે છે, ડેમમાં 1676 ક્યુસેક ના પ્રવાહની આવક છે. હાલમાં ડેમમાંથી 1676 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે. જળાશયની ભરપુર સપાટી 2870 મી છે. જ્યારે જળાશયની હાલની જળસપાટી 27મી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img