કાંતિભાઈ વારંવાર વિડિયો જાહેર કરી લૂખા તત્વને કાયદાનુ ભાન કરવી તેવી વાતો કરી રહિયા છે ત્યારે સ્કાય મોલ પાસે બનેલા બનાવમાં લૂખા તત્વને કાયદાનુ ભાન કરાવશે !!!
મોરબી: મોરબી શહેરમાં જાણે કે પોલીસ તંત્રનુ કોય અસ્તિત્વના હોય તેવી રીતે લૂખા તત્વનો આંતક સતત વઘતો જતો હોયને પોલીસ મોન થઈ આ બઘું જોયા રાખે છે આવ આવારા અને લૂખા તત્વને કાબુમાં રાખવા પોલીસ ખુદ ફરિયાદી બને કાયદાનુ ભાન કરાવશે ખરા !
મોરબી શહેરમાં આવેલા સ્કાય મોલ પાસે જાહેરમાં એક નિર્દોષ પાટીદાર વેપારીને અમુક લૂખા તત્વ માર મારી રહિયા છે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે ત્યારે આ બાબતે લોકો ચર્ચા કરતાં હતાં કે માર મારી રહેલ છે તે લોકો યંગ ઇન્ડિયા ગૂપ સાથે તેમજ ભાજપ સાથે સંકળાયેલ છે ત્યારે પ્રજા પૂછવા માંગે છે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને કે તે વારંવાર આહવાન કરતા વિડિયો વાયરલ કરી રહ્યા છે મોરબીમાં કોય લૂખાની દાદાગીરી હવે નહિ ચાલે અને લૂખાઓને કાયદાનુ ભાન કરવાં માટે પોલીસને જણાવી દીધું છે તેવી મોટી મોટી વાતો કરે છે ત્યારે આજના આ મારામારીના બનાવવામાં પાટીદાર સમાજના યુવાનને માર મારતાં આ લૂખા તત્વની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે સમાધાન કરાવી દેવામાં આવશે તે મોરબી મળીયાના ધારાસભ્ય પ્રજા જોગ વિડિયો જાહેર કેર તેમ મોરબી કોગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીની માંગણી છે.