Tuesday, May 13, 2025

મોરબી-જેતપર રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામેની સીમમાં જેતપર મોરબી રોડ ઉપર સોમનાથ પેટ્રોલપંપ આગળ રોડ ઉપર ટ્રકને ઓવરટેક કરતી વખતે ટ્રકના જોટામા હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ પાસે શ્રી રામ પાર્ક શેરી નં -૩મા રહેતા નવનીતભાઈ ત્રિકમભાઈ માખેસણાએ આરોપી ટ્રક રજીસ્ટર નંબર- RJ-36 -AB-8146 ના ચાલક દેવારામ ઉર્ફે દેબારામ હસમુખરામ રાયકા રબારી (ઉ.વ.૩૩) રહે. ગગવાળા તા.જી. નાગોર રાજસ્થાન વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૦૭-૨૦૨૩ ના રોજ સાંજના આશરે સાડા પાંચ પોણા છએક વાગ્યાના અરસામાં આરોપી ટ્રક ટ્રેઇલર નં-RJ-21-GD-8199 ના ચાલક એ પોતાના હવાલાનુ ટ્રકને પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવીને ફરીયાદીના પુત્ર મોટરસાયકલ ચાલક પાર્થભાઇ માખેસણા તથા સાહેદ પાર્થભાઇ અનિલભાઇ કણસાગરાના હવાલાવાળુ મોટરસાઇકલ હીરો સ્પલેન્ડર નં-GJ-36-AB-8146 વાળાને ઓવરટેક કરતી વખતે ટ્રકે ખાલી સાઇડના પાછળના જોટામા હડફેટે લેતા ફરીયાદીના પુત્ર મોટરસાયકલ ચાલક પાર્થભાઇ માખેસણાને શરીરે તથા માથાના ભાગે થતા છાતીના ભાગે ટાયરનો જોટો ફરી વળતા, ગંભીર ઇજાઓ પહોચતા સ્થળ પર મૃત્યુ પામેલ તેમજ સાહેદ પાર્થ અનિલભાઇ કણસાગરાને પગમા તથા શરીરે સામાન્ય ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી ટ્રક ચાલક દેવારામ ઉર્ફે દેબારામ હસમુખરામ રાયકા રબારી (ઉ.વ.૩૩) રહે. ગગવાળા તા.જી. નાગોર રાજસ્થાનવાળાની અટક કરી આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર