Monday, May 12, 2025

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાએ જિલાના વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

“મોરબીમાં સ્યુસાઈડ બાબતે બાળકોને શાળા કક્ષાએથી જ માર્ગદર્શન આપવું”- મોરબી પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાના

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાના અધ્યક્ષસ્થાને આજરોજ મોરબી જિલ્લા સેવા સદનમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ સમીક્ષા બેઠકમાં બિપરજોય વાવાઝોડા દરમ્યાન થયેલ નુકશાનની ચર્ચા કરી મોરબી જિલ્લાના સાંપ્રત મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે અનુસાર મોરબી જિલ્લામાં આશરે ૯૪% વાવેતર થઈ ચુક્યું છે ત્યારે વાવેતરમાં ઉપયોગી એવું પાણીને ખેડૂતો સુધી ૧૦૦% પહોચેં તે માટે સુચના આપી હતી. ઉપરાંત મોરબી જિલ્લાના ડેમની જળ સપાટી અંગે પણ ચર્ચા કરવામા આવી હતી.

આ સમીક્ષામાં તેમણે બિપરઝોય વખતે થયેલ PGVCL, રસ્તા, નાળા, મત્સય ઉદ્યોગ, નવલખી પોર્ટ, કારખાના વગેરે જગ્યા એ જે નુકશાન થયું છે તેની જિલ્લા દ્વારા ભરપાઈ કરવામાં આવી રહી છે તેમ જણાવી, હળવદ તાલુકામાં આરોગ્ય અધિકારીની નિમણુંક કરી તાલુકાને આરોગ્ય ક્ષેત્રે મજબૂત બનાવવા માટે સુચનો કરવામાં આવ્યા હતા, આ સાથે વધતા જતા ટીબીના કેસને ધ્યાનમાં લઈને તેનું ૧૦૦% નિરાકરણ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

જિલ્લાની તમામ સગર્ભા અને ૫ વર્ષ સુધીના બાળકોને ન્યુટ્રીશનનો પુરતો લાભ મળી રહે તે માટે તેઓને સહમત કરવા માટેના પગલા લેવા માટે જણાવવામાં આવ્યુ હતું. સાથોસાથ મોરબી જિલ્લામાં વધી રહેલા આત્મહત્યાના કેસ પર નજર નાખતા આ મુદ્દા પર ગંભીર ચર્ચા કરી ઊંડાણપુર્વક સર્વે કરી કાઉન્સિલીંગ અને સેમિનાર આયોજીત કરી લોકોને જાગૃત કરવા તેમજ બાળકોને શાળાનાં અભ્યાસ દરમ્યાન જ આત્મહત્યા ન કરવા માટે જ્ઞાન આપવા માટે જણાવવામાં આવ્યું હતું.

ઉપરાંત શાળાનો અભ્યાસ છુટી ગયેલા બાળકોનો ફરી શાળા પ્રવેશ કરાવવા અને વિકસતી જાતીના બાળકો વધુ ને વધુ અભ્યાસ કરે તે માટેના જરૂરી તમામ પગલા ભરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલિસ વડા રાહુલ ત્રીપાઠી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશીતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે વગેરે અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર