Thursday, May 15, 2025

સી.આર.સી.કક્ષાના કલા ઉત્સવમાં લખીધરગઢ છવાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધામાં નાના ખીજડીયા સી.આર.સી.માં વાર્તાપઠન સ્પર્ધામાં ધોરણ ૨ ની વિદ્યાર્થીની મેંદપરા તૃપા અરવિંદ ભાઈ અને ધોરણ ૩ ની વિદ્યાર્થીની બોડા જીયા ભાવેશભાઈ દ્વિતીય ક્રમે વિજેતા થયાં છે.બાળકવિ સ્પર્ધામાં વિઠલાપરા ભાવિષા સતિષભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે.

વાર્તા લેખન સ્પર્ધામાં ધોરણ 8 ની વિદ્યાર્થીની બોડા નૈત્રી ભાવેશભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે. બોડા નૈત્રી ગાયન સ્પર્ધામાં પણ દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે.ચિત્રકામ સ્પર્ધામાં સંગોડ વિક્રમ દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે.

વિજેતા વિદ્યાર્થીઓને આ સિદ્ધિ બદલ લખધીરગઢ પ્રાથમિક શાળા પરિવાર, સમગ્ર એસ.એમ.સી. અને ગ્રામજનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ભવિષ્યમા ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મંગલ કામના કરે છે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં પડેલ સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરવામાં સહયોગ આપનાર માર્ગદર્શક શિક્ષિકા પીપલીયા જીવતીબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર