Saturday, July 12, 2025

હળવદના રબારીવાસમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ બસ સ્ટેન્ડ પાછળ, રબારીવાસમાં જુગાર રમતા ૮ ઇસમોને રોકડા રૂપીયા ૫૮,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીનો સ્ટાફ ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન એલ.સી.બી. મોરબીના હેડ કોન્સ્ટેબલને સંયુકતમાં બાતમી મળેલ કે, પ્રતાપભાઇ પ્રભુભાઇ રબારી રહે. હળવદ રબારીવાસ વાળો પોતે ભાડેથી રાખેલ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે હળવદ બસ સ્ટેન્ડ પાછળ રબારીવાસમાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા જુગાર રમતા કુલ-૦૮ ઇસમો પ્રતાપભાઇ પ્રભુભાઇ કલોતરા ઉવ-૫૧ રહે. રબારીવાસ, હળવદ, પ્રદિપભાઇ ગોકળભાઇ બાર ઉવ-૪ર રહે. રબારીવાસ, હળવદ, અજીતભાઇ સોમાભાઇ ગોહિલ ઉવ-૩૯ રહે. ગૌરી દરવાજા, હળવદ, દેવજીભાઇ કેશવજીભાઇ અધારા ઉવ-૬૫ રહે.ઇશ્વરનગર તા.હળવદ, રણજીતભાઇ વિરમભાઇ ખેર ઉવ-૪૫ રહે. મેરૂપર તા.હળવદ, નટુભાઇ અમરશીભાઇ નારીયાણી ઉવ-૫૦ રહે. મેરૂપર તા.હળવદ, જયતિભાઇ મોહનભાઇ સોનગ્રા ઉવ-૩૯ રહે. રબારીવાસ, હળવદ,
હરેશભાઇ ખીમજીભાઇ ચાડમીયા ઉવ-૪૩ રહે. આનંદપાર્ક, હળવદવાળાને રોકડ રૂ.૫૮,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર