મોરબીના નવા ગામે યુવકને એક શખ્સે ધોકા ફટકાર્યો

મોરબી: મોરબી તાલુકાના નવા ગામની સીમમાં આવેલ લક્ષ્મીગેટની સામે મચ્છુ -૨ ડેમની પાળી નજીક યુવકને એક શખ્સે ગાળો આપી ધોકા વડે મારમાર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ગીરનારી આશ્રમની બાજુમાં રહેતા મહેશભાઇ માવજીભાઈ વેગડ (ઉ.વ.૩૧) એ આરોપી કિરણભાઈ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગમા રહે. લિલાપર ગામ તા જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૮-૨૦૨૩ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો દઇ જાહેરમાં અપમાનીત કરી લાકડાના ધોકાથી ડાબા પગે તથા ડાબા હાથે તથા વાંસાના ભાગે મુંઢ ઇજાઓ કરી તુ આ બાજુ દેખાતો નહી તારે આ બાજુ આવવાનુ નહી તેમ કહી ધમકી આપી હતી. આ બનાવ અંગે મહેશભાઈએ આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪ તથા એટ્રોસીટી એકટ કલમ-૩ (૧)(આર)(એસ) તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img