મોરબીના નવા મકનસર ગામે તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના નવા મકનસર ગામે મેઈન શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા મકનસર ગામે મેઈન શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો રાહુલભાઇ હકાભાઇ બાબરીયા, હરેશભાઇ મનુભાઇ બાબરીયા, વિશાલભાઇ ટીકુભાઇ દેગામા, વિવેકભાઇ દુવરાજભાઇ બાબરીયા, દેવજીભાઇ ભાણજીભાઇ થરેસા, કિશોરભાઇ વીરજીભાઇ સારલા, અજીતભાઇ બચુભાઇ બાબરીયા રહે. બધા નવા મકનસર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૫,૫૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img