હળવદના કેદારીયા ગામ નજીકથી જમીનમાં દાટી છુપાવી રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદ માળીયા હાઇવે રોડ ઉપર કેદારીયા ગામ પાસે આવેલ પુલથી આગળ ડાબી સાઈડ ગોકુલ હોટલ પાછળ જમીનમાં દાટી છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ માળીયા હાઇવે રોડ ઉપર કેદારીયા ગામ પાસે આવેલ પુલથી આગળ ડાબી સાઈડ ગોકુલ હોટલ પાછળ જમીનમાં દાટી વેચાણ કરવાના ઈરાદાથી છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭ કિં રૂ.૨૧૦૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે રેઇડ દરમ્યાન આરોપી વિષ્ણુભાઈ સુંદરજીભાઈ શિહોર રહે. કેદારીયા તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img