Tuesday, May 20, 2025

હળવદ:બાઈક સ્ટંટ કરનાર સામે થઇ કાર્યવાહી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તાજેતરમાં હળવદના ઘનશ્યામગઢ ગામનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક યુવાન બાઈક પર જોખમી સ્ટંટ કરતાં દ્રશ્યમાન થઈ રહ્યો હતો. જેને પગલે એલસીબી પોલીસે યુવકની અટકાયત કરીને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં યુવક દ્વારા પૂરપાટ વેગે બાઈક હંકારવામાં આવ્યું હતું અને તેમાં જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. વીડિયોમાં બાઇકના રજીસ્ટર નંબર GJ-36-AE-1025 સ્પષ્ટપણે જોઈ શકાતા હતા. આ વિડીયો એલસીબી પોલીસના ધ્યાને આવતા તપાસનો દોર ચલાવવામાં આવ્યો હતો. જેમાં એવું સામે આવ્યું હતું કે, વીડિયો હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા ૨૩ વર્ષીય રોહિત દલપતભાઈ મકવાણા નામના યુવાનનો છે. જેણે પોતાનું હિરો કંપનીનુ સ્પલેન્ડર પ્લસ મોટર સાઇકલ લઈને ખુલ્લી સડક પર જોખમી સ્ટંટ કર્યા હતા.

જેથી એલસીબી પોલીસે આરોપી રોહિતની અટકાયત કરી હતી અને તેના વિરુદ્ધ આઈ.પી.સી. કલમ-૨૭૯ તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ હળવદ પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર