ઓનલાઇન વેરા ભરવાની સુવિધા પારદર્શક વહીવટ માટેનું એક અગત્યનું માધ્યમ બની રહેશે”- જિલ્લા વિકાસ અધિકારી દિગ્વીજયસિંહ ડી. જાડેજા
વડાપ્રધાનનું ડિજીટલ ઈન્ડિયાનું સ્વપ્ન મોરબી જિલ્લાએ સાર્થક કર્યું છે. જ્યાં મોરબી જિલ્લાની તમામ ૩૬૨ ગ્રામ પંચાયતો ખાતે ક્યુ.આર. કોડથી ઓનલાઈન વેરા ભરવાની સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત દ્વારા ઉપ્લબ્ધ આ સુવિધા થકી હવે તમામ ગ્રામ પંચાયતોમાં વેરો ડિજીટલ સ્વરૂપે સ્વીકારી શકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ડિજિટલ ઈન્ડિયા’ થકી ગ્રામીણ વિસ્તારમાં છેવાડે રહેતા માનવીનું જીવન પણ સરળ અને સુગમતાભર્યું બને તે માટે સતત કાર્યશીલ છે. દેશના છેવાડાના નાગરિકો સુધી આધુનિક ટેક્નોલોજીના લાભ પહોંચે તે માટે સરકાર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં પેપરલેસ કાર્યપદ્ધતિ, ઈ-સરકાર, ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત માટે ઈ-પેમેન્ટ વગેરે આધુનિક સવલતો વિકસાવવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાએ સરકારની આ પહેલમાં અગ્રેસર રહી સરકારના ડિજીટલ ઈન્ડિયાના અભિગમને સાર્થક બનાવવામાં આગેકૂચ કરી છે.
જિલ્લા વિકાસ અધિકારી દિગ્વીજયસિંહ ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને ક્યુ.આર. કોડ સાથે ઓલનાઈન પેમેન્ટથી વેરા ભરવા માટેની સુવિધા હેઠળ સાંકળી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ભગીરથ કાર્યને સફળતા મળી છે, જે અંતર્ગત મોરબી જિલ્લાની તમામ ૩૬૨ ગ્રામ પંચાયતો ખાતે ઓનલાઈન વેરા ભરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતોમાં ઓનલાઈન વેરા ભરવાની સુવિધા પ્રાપ્ત થવાથી ગામડાના લોકો માટે વેરા ભરવાની કામગીરી તદ્દ્ન સરળ બની છે. ગૃહિણીઓ ઘરે બેઠા ઘર કામ કરતા કરતા તો ખેડૂતો ખેતરેથી જ ખેતી કરતા કરતા ગ્રામ પંચાયતના કોઈ પણ પ્રકારના વેરા ભરી શકે તે સંભવ બન્યું છે. ઓનલાઈન વેરા ભરવા માટે ક્યુ.આર. કોડની મદદથી પંચાયતને લગતા પાણીવેરા, સફાઈવેરા, મકાનવેરા, વ્યવસાય વેરા વગેરેનું ચૂકવણું ગામડાના લોકોના આંગળીની ટેરવે શક્ય બન્યું છે
આ બાબતે મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વીજયસિંહ ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે, દેશની તમામ ગ્રામ પંચાયતો ક્યુ.આર. કોડની મદદથી ઓનલાઈન વેરા સ્વીકારવાની સુવિધાયુક્ત બને. જે અંતર્ગત મોરબી જિલ્લાની તમામ ૩૬૨ ગ્રામ પંચાયતો ખાતે ક્યુ.આર. કોડની મદદથી ઓનલાઇન વેરા સ્વીકારવાની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તમામ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામજનો તેમના વેરા જેવા કે, મકાન વેરો, પાણી વેરો વગેરે ઓનલાઈન ભરી શકશે જેથી ગ્રામજનોને પંચાયત ઘરે રૂબરૂ જવાની જરૂરિયાત નહીં રહે. ગ્રામ પંચાયતોના ખાતામાં સીધા જ રૂપિયા જમા થશે, હિસાબો સરળ બનશે તેમજ આ ઓનલાઇન વેરા ભરવાની સુવિધા પારદર્શક વહીવટ માટેનું એક અગત્યનું માધ્યમ બની રહેશે.
ગામના નાગરિક આશિફભાઈ જણાવે છે કે, અમારા ગામમાં જે વેરા ભરવા માટે ક્યુ આર કોડ ની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે તે ખૂબ જ અગત્યની સિસ્ટમ છે. પહેલા અમારે જે ગ્રામ પંચાયતનો મકાન વેરો, પાણીનો વેરો એમ વિવિધ પ્રકારના વેરા ભરવા લાઈનમાં ઊભું રહેવું પડતું. ક્યુ આર કોડથી ઓનલાઇન પેમેન્ટની જે ડિજિટલ સુવિધા ઉભી કરી છે તે ખરેખર ખૂબ ઉપયોગી છે જેથી હવે વેરા ભરવા લાઈનમાં ઊભું રહેવું નહીં પડે જેથી સમયનો પણ બચાવ થશે. ઓનલાઇન સિસ્ટમથી જ બધું થતું હોવાથી પૈસા સીધા ગ્રામ પંચાયતના ખાતામાં જ જમા થશે, જેથી પૈસાનો દુરુપયોગ પણ નહિ થાય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું જે સ્વપ્ન છે તે ખરેખર ગામડાઓ સુધી પહોંચ્યું છે જે માટે સરકાર આભારને પાત્ર છે.
હાલ ગોંડલ પિતાને ઘેર રહેતા અને મોરબીમાં સાસરે પરિણીત મહિલાને સાસરીયા પક્ષ દ્વારા દુઃખ ત્રાસ આપી મેણા ટોણાં મારી શારીરિક અને માનસિક દુઃખ આપતા હોવાથી સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હાલ રાજકોટ જિલ્લાના ગોંડલ માં પેલેસ રોડ રાધે કૃષ્ણ શેરી નંબર-૦૧મા રહેતા અભિલાષાબેન હર્ષદભાઈ કડીવાર (ઉ.વ.૩૮)...
મોરબીના રવાપર માં આવેલ બોનીપાર્ક નંદની એપાર્ટમેન્ટમાં વૃદ્ધ નું મકાન ભાડે આપેલ હોય તે મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ વૃદ્ધને ગાળો આપી મકાન ખાલી કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપરમાં બોની પાર્ક નંદની એપાર્ટમેન્ટ 301 માં રહેતા અમૃતભાઈ દેવજીભાઈ આદ્રોજા (ઉ.વ.૬૦ ) એ...
મોરબીમાં રહેતા યુવકને એક શખ્સ સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપી યુવકની મોરબીના ત્રિકોણ ભાગ પાસે જે.પી. માર્કેટમાં ભાવિક ટેલિકોમ નામની દુકાન આવેલી છે ત્યાં આરોપી જઈ જુના ઝઘડા નો ખાર રાખી યુવકને ગાળો આપી ધોકા વડે માર મારી ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી...