મોરબીનાં સનાળા રોડ પર પટેલ શોપિંગમાં ગત રાત્રીએ અનેક દુકાનો- ઓફીસોમાં એસીના પાઇપ ચોરાયા
મોરબીમાં દુકાનો અને ઓફિસોની બહાર લાગેલા એસીના પાઇપ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. ગત રાત્રીના જ પટેલ શોપિંગમાં અનેક એસીના પાઇપ ચોરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે
દુકાનો અને ઓફિસોની બહાર લગાવવામાં આવેલા એસીના પાઇપની ચોરી કરે છે. આ પાઇપ તાંબાના હોય તેની કિંમત વધુ હોવાથી તેની ઉઠાંતરી કરતા હોવાનું ધ્યાને આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઓફિસ તથા દુકાનધારકો વ્યસ્તતાના કારણે પાઈપની ચોરીને ગણકારી રહ્યા નથી. તેઓ પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ રાત્રીના આવા બનાવો બની રહ્યા છે. એટલે પોલીસે પેટ્રોલિંગ વધારવાની જરુર જણાય રહી છે
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...