ટંકારામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

ટંકારા: ટંકારામાં હોન્ડાના શો રૂમ પાછળ ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ ટંકારામાં હોન્ડાના શો રૂમ પાછળ ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોરાજેશભાઇ ભનુભાઇ ચાડમીયા ઉ.વ.-૩૨ રહે.-ટંકારા, હોન્ડાના શો-રૂમ પાછળ તા.ટંકારા, ભુપતભાઇ વાલજીભાઇ ગારડી ઉ.વ-૩૫ રહે.-ટંકારા, હોન્ડાના શો-રૂમ પાછળ તા.ટંકારા, પરબતભાઇ નાગજીભાઇ સિંધવ ઉ.વ.૨૪ રહે.ટંકારા, જી.ઇ.બી. પાછળ તા.ટંકારા, રોહિતભાઇ બાબુભાઇ સાડમીયા ઉ.વ.-૨૩ રહે-ટંકારા, હોન્ડાના શો-રૂમ પાછળ તા. ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૩૨૦૦ નાં મુદ્દામાલ સાથે ટંકારા તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img