Saturday, May 30, 2026

મોરબીના પીપળી રોડ પરથી ઈંગ્લીશ દારૂની 31 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીનાં પીપળી રોડ પ્રભુક્રુપા રેસીડેન્સી પાસે ઝાડી ઝાખરામા છુપાવેલ ઈંગ્લીશ દારૂની ૩૧ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીનાં પીપળી રોડ પ્રભુક્રુપા રેસીડેન્સી પાસે ઝાડી ઝાખરામા વેચાણ કરવાના ઈરાદાથી છુપાવેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૧ કિં રૂ.૨૬,૩૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી રસીકકુમાર કાનજીભાઇ રાણીપા (ઉ.વ.૩૬) રહે. રવાપર ઘુનડા રોડ ઉમીયાનગર સોસાયટી મૂળ રહે -વાઘગઢ તા. ટંકારાવાળાને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img