માળિયાના વવાણીયા ઢુઈ (વર્ષામેડી) ગામે પવનચક્કીના કોપર કેબલ વાયરની ચોરી

માળિયા (મી): માળીયા (મી) તાલુકાના વવાણીયા ઢુઈ (વર્ષામેડી) ગામેથી તાળું તોડી પવનચક્કીનો કોપર કેબલ વાયર રૂ.૧૦,૦૦૦ નો ચોરી કરી લઇ ગયો હોવાની માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામે રહેતા અને નોકરી કરતા મેઘુભા ભાણજીભા પરમાર (ઉ ‌.વ.૭૫ ) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬-૦૯-૨૦૨૩ ના રોજ ફરીયાદીની સુજલોન કંપનીની પવનચક્કી નંબર VM ૬૪ નુ કોઇ અજાણ્યા ઇસમો તાળુ તોડી પવનચકીના કોપરના કેબલ વાયર કુલ ૨૦૦ મીટર કિમત રૂપીયા આશરે ૧૦,૦૦૦/-નો કાપી ચોરી કરી લઈ ગયો હતો. આ બનાવ અંગે મેઘુભાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯,૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img