હળવદની સરા ચોકડી નજીકથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઝડપાયાં

હળવદ : હળવદની સરા ચોકડી પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદની સરા ચોકડી નજીક આરોપી શેરમહમદ ઇબ્રાહિમભાઈ ભટ્ટી (ઉ.વ.૨૮) રહે. ચરાડવા કે.ટી. મીલ પાસે તા. હળવદ વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-A-2953 વાળુ જેની કિંમત રૂ. ૩૫,૦૦૦ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ- કિં રૂ. ૪૪૦ તેમજ મોટરસાયકલ મળી કુલ કિં રૂ.૩૫,૪૪૦ ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય અને તે વિદેશી દારૂ આરોપી સદામ ગુલમહમદ ભટ્ટી રહે. ચરાડવા કે.ટી. મીલ પાસે તા હળવદવાળાને વેચાણ કરવાનો હોય જેથી બંને આરોપીઓને હળવદ પોલીસ ૩૫૪૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img