હળવદના દિઘડીયા ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

હળવદ: હળવદ તાલુકાના દિઘડીયા ગામે ઝેરી દવા પી લેતાં પરણીતાનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતા ગીતાબેન નવઘણભાઇ દલસાણીયા ઉ.વ.૩૭ વાળા પોતાના પતિ બે દિવસથી કામની ઉપાધીમા જમતા ન હોય જેથી જમવાનુ કહેતા તેના પતિ જમતા ન હોય જેથી મનમા લાગી આવતા પોતાની મેળે જ વાડીએ પડેલ કોઇ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img