મોરબીના લાલપર ગામે કારખાનાની મજુરોની ઓરડીમાંથી ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાંથી એક ઇસમને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટરને મળેલ ખાનગી ચોકકસ અને ભરોસાપાત્ર બાતમીના અધારે લાલપર ગામની સીમ, પ્રિયા ગોલ્ડ કારખાનાના મજુરોની ઓરડીમાંથી આરોપી કુલદિપ કેશરબક્ષ વર્મા ઉ.વ.૨૪, રહે. હાલ-લાલપર ગામની સીમ, પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાં, તા.જી.મોરબી, મુળ રહે. નવી બજાર, ઉત્તર મહેમુદાબાદ, જી.સીતાપુર, ઉત્તરપ્રદેશ વાળાને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો વજન ૧૫૪ ગ્રામ કિં.રૂ.૧૫૪૦/- સાથે પકડી પાડી એન.ડી.પી.સી. એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img