મોરબી રાજકોટ હાઈવે પર કારે હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબી: મોરબી રાજકોટ હાઈવે પર હરીપર ગામના પદર પાસે કારે હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના હરીપર (ભુતકોટડા) ગામના રહેવાસી અને હાલ મોરબીના સામાકાંઠે રૂષભની પાછળ સૂર્ય કિર્તી નગર શેરી -૨મા રહેતા જયેશભાઇ પરસોત્તમભાઈ દવે (ઉ.વ.૬૧) એ આરોપી ફોર વ્હીલ કાર રજીસ્ટર નંબર-GJ-36-R-4437ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૧-૧૦-૨૦૨૩ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાની આસપાસ આરોપી ફોર વ્હીલ કાર રજીસ્ટર નં-GJ-36-R-4437 વાળી ના ચાલકે પોતાના હવાલા વાળી વ્હીલ કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આ કામના ફરીયાદીના પિતા પરસોતમભાઇ ઉમીયાસંકર દવે ઉવ.૮૭ ને હડફેટે લઇ ફરીયાદીના પીતા ને બન્ને પગે તથા છાતીના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી સારવાર દરમ્યાંન મોત નીપજયું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પુત્રએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ), એમ.વી.એક્ટ-૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img