મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ મોરબી શોપીંગ સેન્ટરરની અંદર શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર ધરતી પાર્ક -૦૧ કુળદેવી ડેરી વાળી શેરીમાં રહેતા જીતેન્દ્રભાઈ સુંદરજીભાઈ ભટાસણા (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૧૦-૨૦૨૩ ના રોજ કોઈ પણ સમયે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર – જીજે-૩૬-ડી-૮૯૭૬ સને ૨૦૧૬ નુ મોડલ બ્લેક કલરવાળુ કિ.રૂ.૪૦,૦૦૦/- ગણીવાળુ મોટર સાઇકલ (જંગમમિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર જીતેન્દ્રભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.