Monday, June 9, 2025

લાલપર ગામે બોથડ પદાર્થ ઝીંકી યુવકની હત્યા નિપજાવનાર આરોપીઓ ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામે આરોગ્ય કેન્દ્ર પાછળથી મળી આવેલ વણઓળખાયેલ લાશની ઓળખ મેળવી ગણતરીના કલાકોમાં ખુનના ગુનાના આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

ગઇ તા.૧૨/૧૦/૨૦૨૩ ના રોજ રાતના લાલપર ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર પાછળ બાવળની કાંટમાંથી એક વણઓળખાયેલ પુરૂષની લાશ મળી આવેલાની જાહેરાત મોરબી તાલુકા પો.સ્ટે.માં આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી મોરબીના પોલીસ સ્ટાફ વણઓળખાયેલ લાશની ઓળખ કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસ સ્ટાફ દ્વારા મળી આવેલ લાશ બાબુભાઇ ઉર્ફે બાલુભાઇ નાનાભાઇ ખાટ રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી હાલ રહે. લાલપર, બસ સ્ટેન્ડના જી. મોરબી વાળાની ઓળખ મેળવેલ જે મરણ જનારને કોઇ અજાણયા આરોપી દ્વારા માથા તથા મોઢાના ભાગે પત્થરના ઘા મારી મારી નાખેલ હોય જે મરણજનાર એકલો જ મોરબી મુકામે રહેતો હોય અને છુટક મજુરી તથા કાગળ, પ્લાસ્ટીક વીણવાનું કામ કરતો હોય જેના વતન ખાતે તપાસ કરાવતા તેના કુટુંબી ભાઇ કનુભાઇ સુરમાભાઇ ખાટ રહે. રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી વાળાએ ફરીયાદ રજીસ્ટર કરાવેલ કે, મરણ જનાર બાબુભાઇ ઉર્ફે બાલુભાઇ નાનાભાઇ ખાટ રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી હાલ રહે. લાલપર તા.જી. મોરબી વાળો રખડતુ ભટકતુ જીવન ગુજારતો હોય જેને કોઇ અગમ્ય કારણોસર કોઇ અજાણ્યા ઇસમે માથાના મોઢાના ભાગે બોથળ પદાર્થના ઘા મારી મોત નિજાવેલ બાબતેની મરણજનારના કુટુંબી ભાઇ કનુભાઇ સુરમાભાઇ ખાટ રહે રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી વાળાએ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ઇ.પી.કો.ક. ૩૦૨ મુજબનો ગુનો તા. ૧૩/૧૦/૨૦૨૩ ના રોજ રજીસ્ટર થયેલ જે ગુનાની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, કે.એ.વાળા નાઓ ચલાવે છે.

જ્યારે મરણજનારની લાશ તા.૧૨/૧૦/૨૦૨૩ ના રોજ રાતના મળેલ હોય જેથી બનાવ સ્થળની વિઝીટ કરી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ મારફથે આરોપી બાબતે તપસ કરતા હતા તે દરમ્યાન મોરબી એલ.સી.બી. સ્ટાફને ચોકકસ બાતમી મળેલ કે, મરણ જનાર તથા તેની સાથે રહેતો અને તેનો મિત્ર દિનેશ ખુમાન માવી રહે. હાલ રહે લાલપર, રણુજા નળીયાના કારખાનાની મજુરીની ઓરડી, તા.જી. મોરબી મુળ રહે, મધ્યપ્રદેશ તથા અર્જુન જવરચંદ ગામર રહે. હાલ લાલપર, બસ સ્ટેન્ડમાં તા.જી. મોરબી મુળ રહે. ખુંટપલા તા. સરદારપુર જી, ધારી મધ્યપ્રદેશ વાળાઓને આ બનાવ બનેલ તે પહેલા આ ત્રણેયને એકી સાથે લાલપર સ્મશાન તરફ જતા જોયેલ હોવાની બાતમી મળેલ જે મળેલ બાતમીના આધારે ઉપરોકત બન્ને ઇસમો અંગે તાત્કાલીક તપાસ કરતા બન્નેને હસ્તગત કરવામાં સફળતા મળતા જે બન્નેને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી બન્નેને વિશ્વાસમાં લઇ યુકિત પ્રયુકિત, આગવી ઢબથી પુછપરછ કરતા બન્ને ઇસમોએ ખુનનો ગુનો કર્યા અંગેની કબુલાત આપતા બન્નેને હસ્તગત કરી મોરબી તાલુકા પો.સ્ટે. ના વણશોધાયેલ ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં એલ.સી.બી. મોરબીને સફળતા મળેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર