હળવદના રણજીતગઢ ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
હળવદ: હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમ તલવાડી વિસ્તારમાં આવેલ લલિતભાઈ નારાયણભાઈ મોરી ચૌહાણની વાડીએ આવેર ટીસી પાસે લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ત્રણ ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમ તલવાડી વિસ્તારમાં આવેલ લલિતભાઈ નારાયણભાઈ મોરી ચૌહાણની વાડીએ આવેર ટીસી પાસે લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો પ્રહલાદભાઇ સુંદરભાઇ ચૌહાણ ઉ.વ.૩૧ રહે. રણજીતગઢ તા.હળવદ જી.મોરબી, મહેશભાઇ શામજીભાઇ તારબુંદીયા ઉ.વ.૩૭ રહે. રણજીતગઢ તા.હળવદ જી.મોરબી., જગદીશભાઇ અવચરભાઇ કોડીયા ઉ.વ.૫૪ રહે. રણજીતગઢ તા.હળવદ જી.મોરબી, ચંદ્રકાંતભાઇ દેવજીભાઇ અઘારા ઉ.વ.૩૬ રહે. ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી, ઈશ્વરભાઇ પરસોત્તમભાઇ હડીયલ ઉ.વ.૬૨ રહે. રણજીતગઢ તા.હળવદ જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧,૩૨,૩૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૭ કિં રૂ.૫૦,૦૦૦ ના એમ કુલ કિં રૂ. ૨,૧૭,૩૦૦ નાં મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ત્રણ ઈસમો લલીતભાઇ નારાયણભાઇ મોરી ચૌહાણ રહે. રણજીતગઢ તા. હળવદ, રસીકભાઇ થોભણભાઇ સોનગ્રા રહે. રણજીતગઢ તા.હળવદ, લાલજીભાઇ ઠાકર શીભાઇ ડાભી રહે. રણજીતગઢ તા.હળવદવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.