મોરબીમાંથી ચોરી થયેલ ત્રણ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ ૩ મોટરસાયકલ સાથે એક આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી અયોધ્યાપુરી રોડ તથા જુના બસસ્ટેન્ડ નજીક થી ચોરી થયેલ મોટર સાયકલો બાબતે ચોરી કરનારની ખાનગીરાહે તપાસ કરતા હોય તે દરમ્યાન હયુમન સોર્સીસ થી બાતમીદારોને આધારે તથા નેત્રમ સી.સી.ટી.વી કેમેરાના આધારે પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમ પંચાસર રોડ ઉપર થી પસાર થનાર હોય જેથી તેની વોચ દરમ્યાન જણાવેલ ઇસમ ચોરીના મોટરસાયકલ સાથે નિકળતા તેની પાસે મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબની ચોરીની હોવાનું જણાય આવેલ તેમજ તપાસ દરમ્યાન અન્ય બે મોટરાસાયકલો આરોપીએ છુપાવેલ તે શોધી કાઢતા કુલ ચોરી થયેલ ત્રણ મોટરસાયકલો કબ્જે કરી આરોપી બળદેવપરી દેવપરી ગોસાઇ ઉ.વ.પર રહે. હાલ મોરબી-૨ સર્કીટહાઉસ સામે વિધુતનગર મુળ રહે. રણજીતગઢ તા. હળવદવાળાને ઝડપી પાડી આગળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img