મોરબીના લાલપર ગામેથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામેની સીમમાં ઇશાન ચેમ્બર પાછળ જાહેર રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામેની સીમમાં ઇશાન ચેમ્બર પાછળ જાહેર રોડ પર આરોપી દર્શનભાઈ કનુભાઈ વરાલીયા (ઉ.વ.૨૮) રહે. હરીઓમ સોસાયટી શેરી નં-૦૧ મહેન્દ્રનગર ચોકડી પાસે મોરબી -૦૨ તા.જી. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૨૫૫૦ નો મુદામાલ મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img