મોરબીમાંથી આયુર્વેદિક શીરપની 1680 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના કુબેરનગરમાંથી આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપની બોટલ નંગ-૧૬૮૦/- કિ.રૂ.૨,૫૨૦૦૦/- નો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગમા હોય તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી કુબેરનગર શેરી નં-૩ માથી હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા ઉ.વ.૨૩ રહે, મોરબી નવલખી રોડ કુબેરનગર શેરીનં.૩ ભાડાના મકાનમાં મુળ રહે.રામપર અબડા તા.નલીયા જી.ભુજ તથા વીક્રમસીંહ સુરેશસિંહ જાડેજા રહે.મોરબી નવલખી રોડ કુબેરનગર શેરીનં.૩ ભાડાના મકાનમા મુળ રહે.રામપર અબડા તા.નલીયા જી.ભુજવાળા ઇસમ પાસેથી અલગ અલગ કંપનીની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની બોટલ નંગ- ૧૬૮૦ કિ.રૂ.૨,૫૨૦૦૦/- નો જથ્થો મળી આવતા સદરહુ જથ્થો કબ્જે કરવામા આવેલ છે. તેમજ રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા રહે.રાજકોટ (મોકલનાર) સહીત તમામ વિરુદ્ધ એફ.એલ.એલ રીપોર્ટ આવ્યેથી વધુ કાર્યવાહી કરવામાં આવશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img